રાજકોટમાં કાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે અને આટકોટ-ગોંડલ રોડ પર કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાની વાત સામે આવી ચે, કાર પુલ પરથી નીચે ઉતરતા પલટી મારી ગઈ હતી અને ત્યારબાદ તેમાં આગ લાગતા 3 લોકો જીવતા ભુંજાયા છે, ફાયર વિભાગે તપાસ કરી શરૂ.

પુલ નીચે કાર ઉંધી વળી અને આગના ગોળામાં ફેરવાઈ

પુલ નીચે કાર ખાબકતાં ભીષણ આગ લાગી હતી અને કારમાંથી લોકો બહાર નીકળે તે પહેલા જીવતા ભુંજાયા હતા, વહેલી સવારે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક કાર પુલ નીચે ખાબકતાં તેમાં ભીષણ આગ લાગી હતી. ગોંડલ પોલીસ અને ગોંડલ ફાયર વિભાગ આ મામલે તપાસ કરી રહ્યું છે અને કારના દરવાજા લોક થતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. તો મૃતકમાં એક બાળક પણ હોવાની વાત છે.

કારમાં સવાર મુસાફરોને બારણું ખોલવાની પણ તક મળી ન હતી

તો પોલીસનું અનુમાન છે કે, કાર સ્પીડમાં હોવાથી કારના ચાલકનો સ્ટેયરીંગ પરથી કાબુ હટયો હતો અને આ ઘટના બની હતી, તો સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, વહેલી સવારે ધુમ્મસ હોવાથી કદાચ આ ઘટના બની હોઈ શકે છે, ત્યારે મૃતદેહ જેવું તો કઈ મળ્યું નથી પણ હાડપિંજર પોલીસને મળી આવ્યા છે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે, ગોંડલ પોલીસે સમગ્ર ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.


આ પણ વાંચો : Rajkot News : સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 30નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2900ને પાર પહોંચ્યો