30 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ. 180નો વધારો થયો છે અને સિંગતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થયો છે, કપાસિયા તેલામાં રૂ.15ના વધારા સાથે રૂ.2385 થયો છે.
23 જાન્યુઆરી 2026ના રોજ પણ ભાવ વધ્યો હતો સિંગતેલનો
ખાદ્યતેલના ભાવમાં તેજી યથાવત રહી છે અને સિંગતેલના ભાવમાં ડબ્બે રૂ. 20નો વધારો થયો હતો, સિંગતેલનો ભાવ વધીને રુ. 2760એ પહોંચ્યો હતો, લગ્નની સિઝન શરુ થતા ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે.
02 જાન્યુઆરી 2026ના રોજ પણ ભાવ વધ્યો હતો સિંગતેલનો
નવા વર્ષના પ્રારંભે સિંગતેલના ભાવમાં રૂ.20નો વધારો થયો હતો અને ડબ્બાનો ભાવ રૂ.2660 થી વધીને રૂ. 2680 થયો હતો. ચાલુ વર્ષે હજુ પણ સિંગતેલના ભાવ વધવાની શક્યતા વેપારીઓ દ્વારા સેવાઈ રહી છે.
18 ડિસેમ્બર 2025ના રોજ પણ ભાવ વધ્યો હતો સિંગતેલનો
રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં જોવા મળી વધ-ઘટ અને સિંગતેલના ભાવમાં વધારો જ્યારે કપાસિયામાં થયો ઘટાડો થયો હતો. સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો થતા ડબ્બાનો ભાવ 2555-2605 રૂપિયાએ પહોંચ્યો હતો, કપાસીયા તેલના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો થતાં ડબ્બાનો ભાવ 2160-2210 રૂપિયાએ પહોંચ્યો હતો, આ ભાવ છેલ્લે 18 ડિસેમ્બર 2025ના રોજ હતો.
શુદ્ધ સીંગતેલ મળી રહે તે માટે એક આગવી પહેલ
ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં વર્ષ ૨૦૨૫ને ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર વિવિધ સહકારી પ્રવૃત્તિઓને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના સહયોગથી પ્રથમવાર દેવભૂમિ દ્વારકામાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-APMC ખંભાળિયા ખાતે રૂ. ૧ કરોડથી વધુના ખર્ચે સીંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતો તેમની ખેતપેદાશોના યોગ્ય ભાવે ખરીદ-વેચાણ કરી શકે તેવા હેતુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં રાજ્ય સરકારના સહયોગથી ખંભાળિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નાગરિકોને શુદ્ધ સીંગતેલ મળી રહે તે માટે એક આગવી પહેલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Surat News : સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ITના દરોડા સતત ત્રીજા દિવસે યથાવત, વેવાઈના જમીન પ્રોજેક્ટમાં મોટા રોકાણનો ખુલાસો