રાજકોટ શહેરમાં એક મહિલા પાણીપુરી ખાવા ગયેલી એક મહિલાની હત્યા થઈ ગઈ હતી. આ મામલે રાજકોટ પોલીસ પણ ચકરાવે ચડી હોય તેમ જણાઈ રહ્યું છે. રાજકોટમાં થયેલી મહિલાની હત્યા મામલે 15 શકમંદની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.


શું છે સમગ્ર ઘટના?

રાજકોટ શહેરમાં આવેલી બેડી ચોકડી નજીક ભગવતીપરા વિસ્તારમાં એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો. આ મહિલાનું માથું છુંદાયેલું અને શરીરના અન્ય ભાગો પર તીક્ષ્ણ હથિયારના ઘાના નિશાનો હતા. આ મૃતક મહિલાનું નામ સ્નેહા હિતેશ આસોંડિયા છે. જે તેના કારખાને ગયેલા તેના પતિને ફોન કરીને પાણીપુરી ખાવા જઈ રહી છે, અને કારખાનેથી પરત ફરતા સમયે તેને સાથે લઈ જવા જણાવ્યું હતું. જોકે, પતિને મહિલા પાણીપુરીની લારી પર મળી ન હતી.

વાડીમાંથી મળ્યો હતો મહિલાનો મૃતદેહ

પતિના જણાવ્યા અનુસાર, મહિલાનો ફોન પણ તેના ઘરે જ ચાર્જિંગમાં મુકેલો મળ્યો હતો. જે બાદ પોલીસને તેના ઘરથી 200 મીટર દુર તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મહિલાનો મૃતદેહ ભગવતીપરા વિસ્તારની વાડીમાંથી મળ્યો હતો. પોલીસે મહિલાના પતિ સહિત 15 શકમંદોની પૂછપરછ કરી છે. પોલીસને 24 કલાક બાદ પણ આરોપીનું પગેરું મળ્યું નથી. આ મામલે સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: