ડો.ચંદ્રકાંત પટેલ અને લક્કિરાજ આકવાલિયાની પોલીસે ધરપકડ કરી છે, પોલીસના રાત્રિ ચેકીંગમાં બે ડોક્ટરો કારમાં નશાની હાલતમાં ઝડપાયા છે. ગાંધીગ્રામ પોલીસે બંને ડોક્ટર વિરુદ્ધ પ્રોહિબીશન એકટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.


પોલીસ ચેકિંગ દરમિયાન ઝડપાયા ડોકટર

રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર ગાંધીધગ્રામ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કારમાં દારૂ પીધેલા બે યુવકો મળી આવ્યા હતા અને ત્યારબાદ પોલીસે તેમની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેઓ ડોકટર છે, પોલીસે બન્નેને ઝડપી પાડયા છે અને મેડિકલ રીપોર્ટ પણ કઢાવ્યો છે. . લક્કીરાજના પિતા ડૉ. ભગવાનજીભાઈ રાજકોટના જાણીતા તબીબ છે.

ઝડપાયેલ બન્ને ડોકટર રાજકોટના રહેવાસી

ચંદ્રકાંતભાઈ પટેલ(ઉં.વ.38, રહે. રેસકોર્સ રિંગ રોડ, પટેલ આઈસક્રીમ ની બાજુમાં, ક્રિષ્ના એપાર્ટમેન્ટ ફ્લેટ નં.702) જણાવ્યું હતું, લક્કીરાજભાઈ ભગવાનજીભાઈ અકવાલિયા(ઉં.વ.34, રહે. મવડી પ્લોટ મેઇન રોડ સ્વાશ્રય સોસાયટી શેરી નં.4) હોવાનું જણાવ્યું હતું.


આ પણ વાંચો : Morbi News : મોરબીમાં જનતા રેડ બાદ 5 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ, જનતા રેડમાં 500 લીટર દારૂનો જથ્થો ઝડપ્યો હતો


  • Follow us on: