રાજકોટ જિલ્લામાં કરોડોની કિંમતી જમીન મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.કુવાડવા નજીક સાતડા ગામે અંદાજે 6 એકર જમીન ખાલસા કરવાનો આદેશ કલેકટરે કર્યો છે. આ જમીનની બજાર કિંમત આશરે 10 કરોડ રૂપિયા ગણાય છે, જે હવે સરકારી જમીન તરીકે નોંધાઈ ગઈ છે.ઉલ્લેખનીય છે કે, રાજકોટના જંગલેશ્વરમાં પણ હાલમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.


જિલ્લામાં ગેરરીતિઓ સામે કડક સંદેશ

મહેસૂલી રેકોર્ડમાં વિસંગતતા અને જમીન સંબંધિત શરતોના ભંગને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.તપાસ દરમિયાન જમીનના હસ્તાંતરણ અને ઉપયોગમાં નિયમોનું ઉલ્લંઘન સામે આવ્યું હતું.લાંબા સમય બાદ વારસદારો દ્વારા કરવામાં આવેલી અરજી પણ ફગાવી દેવામાં આવી છે.કલેકટરના આદેશ બાદ મહેસૂલી વિભાગે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી જમીન સરકારના નામે દાખલ કરી છે.આ કાર્યવાહીથી જિલ્લામાં ગેરરીતિઓ સામે કડક સંદેશ ગયો છે.

જમીનને ખાલસા કરવા કલેક્ટરે આદેશ કર્યો

સાતડા ગામના સર્વે-નં 156 પૈકીની જમીનનો ઓર્ડર કરાયો છે.1975માં તત્કાલીન નાયબ કલેકટરના હુકમથી સાથીદારોને જમીન અપાઈ હતી.પાંચાભાઇ ભરવાડને ૬ એકર જમીન મળી હતી.મહેસુલી રેકોર્ડમાં લાંબા સમય સુધી નોંધ ન થઈ હતી. 2017માં મૂળ સાથીદારના વારસદારોએ જમીન પોતાના નામે ચડાવવા અરજી કરી હતી.શરતોનો ભંગ અને વિસંગતતાને કારણે જમીનને ખાલસા કરવા કલેક્ટરે આદેશ કર્યો હતો.


આ પણ વાંચોઃRailway News: સાબરમતી સ્ટેશન પર રીડેવલપમેન્ટ અંતર્ગત બ્લોકને કારણે આ ટ્રેનો થશે પ્રભાવિત


  • Follow us on: