મનપાએ JCB, ટ્રેક્ટર, કટર સહિતના સંસાધનો તૈયાર કર્યા છે અને અલગ-અલગ 5 બોર્ડના અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કરાયા છે, આજી નદીના કાંઠે આવેલા બાંધકામો તોડી પાડવા તૈયારી દર્શાવાઈ છે, પોલીસ અને વિજિલન્સ બંદોબસ્ત માટે તૈયારી કરાઈ છે, પીજીવીસીએલ સહિતના સરકારી વિભાગોને સૂચના અને ડિમોલિશન અંગે સત્તાવાર કોઈ નિર્ણય લેવાયો નથી.


જંગલેશ્વર વિસ્તારમાંથી ગેરકાયદે દબાણો દૂર કરાશે

રાજકોટમાં સરકારી જમીન પર મોટુ ગેરકાયદેસર દબાણ થયું હોવાની વાત સામે આવી હતી અને જંગલેશ્વર વિસ્તારમાં આ દબાણો થયા છે અને તેને દૂર કરવાની કામગીરી કરાશે, તો આ સરકારી જમીનની કિંમત અંદાજે 220 કરોડ જેટલી થાય છે અને આ દબાણો દૂર કરવામાં આવે તો તે જગ્યા પર સરકાર નવા પ્રોજેકટ લાવી શકે છે અથવા તો આવાસના મકાનો પણ બની શકે છે.

દબાણ કર્તાઓને બીજી નોટિસ અંગેની કલેક્ટર તંત્રની તૈયારીઓ શરૂ કરી હતી

નોટિસ આપવાને લઈ દબાણ કર્તાઓ દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી અને જંગલેશ્વર વિસ્તાર ઝૂંપડપટ્ટી નોટિફાઇડ ન હોવાની દલીલ સરકારી પક્ષ દ્વારા કરવામાં આવી હતી, જંગલેશ્વરમાં સરકારી જમીન પર દબાણકર્તાઓ દ્વારા 3 સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાંથી 2 એપ્લિકેશન કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. જ્યારે વહીવટી તંત્ર દ્વારા હાઇકોર્ટમાં કેવીએટ પણ અગાઉ દાખલ કરવામાં આવેલી છે.


આ પણ વાંચો : Agriculture News : રવિ સિઝન 2025-26માં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરાશે, નાફેડના ‘ઇ-સમૃદ્ધિ’ પોર્ટલ પર અરજી પ્રક્રિયા શરૂ



  • Follow us on: