ગુજરાતમાં ભારત સરકારના સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સરકારી હોસ્પિટલમાં જ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દર્દીના બેડ પર દર્દીની જગ્યાએ શ્વાન આરામ કરતાં દેખાયા છે. સિક્યુરિટી હોવા છતાં હોસ્પિટલમાં પશુઓના પ્રવેશને લઈને સવાલો ઉભા થયાં છે. એક જાગૃત નાગરિકે તંત્રની બેદરકારીને ખુલ્લી પાડી છે. જ્યારે તબિબોએ રિનોવેશનનું બહાનું આગળ ધરીને હાથ અધ્ધર કરી દીધા છે.


જાગૃત નાગરીકે તંત્રની ઘોર બેદરકારીને ખુલ્લી પાડી

 પ્રાપ્ત વિગતો પ્રમાણે જસદણની સરકારી હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના બેડ પર દર્દીની જગ્યાએ શ્વાન આરામ ફરમાવતો નજરે પડ્યો હતો. એક જાગૃત નાગરીકે તંત્રની ઘોર બેદરકારીને ખુલ્લી પાડી હતી. હોસ્પિટલના તબિબોએ રિનોવેશનના કામનું બહાનુ આગળ ધરીને હાથ અધ્ધર કરી દીધા હતાં. હોસ્પિટલમાં કૂતરા મુદ્દે સુપ્રિટેન્ડેન્ટનું નિવેદન સામે આવ્યું છે.

હોસ્પિટલમાં કૂતરા મુદ્દે સુપ્રિટેન્ડન્ટનું નિવેદન

હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે કહ્યું હતું કે, હોસ્પિટલમાં રિનોવેશનનું કામ ચાલુ છે અને શ્વાન ક્યારે અંદર આવી ગયા તેની ખબર નથી. આ મુદ્દે અમે આગળ ચોક્કસ ધ્યાન રાખીશું. હોસ્પિટલમાં આવતા દર્દીઓ પહેલાથી બિમાર હોય છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, બહારથી રખડતા શ્વાન હોસ્પિટલના બેડ પર આવીને આરામ ફરમાવી રહ્યા છે. દર્દીઓના આરોગ્ય સાથે આ સરેઆમ ચેડાં થઈ રહ્યાં છે.


આ પણ વાંચોઃ Rajkot News: ઉપલેટામાં વોંકળામાંથી મળ્યો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ, હત્યા કે આત્મહત્યા?


  • Follow us on: