હાલ શિયાળાનું આગમન રાજ્યમાં થઈ ગયું છે. ત્યારે હજુ બપોરે તડકો અને રાત્રે અતિ ઠંડી જોવા મળી રહી છે. જે કારણે રાજ્યમાં લોકોને બેવડી ઋતુ સહન કરવી પડી રહી છે. બેવડી ઋતુના કારણે રોગચાળો પણ વધી રહ્યા છે. શિયાળા દરમિયા તાવ, શરદી અને ખાંસી સાથે વાયરલ ઈન્ફેક્શનમાં મોટો વધારો જોવા મળે છે.
તાવ, શરદી, ઉધરસના 1 હજારથી વધુ દર્દીઓ નોંધાયા
શિયાળાના આગમન સાથે રાજકોટમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. રાજકોટમાં ઝાડા, ઉલટીના 700થી વધુ કેસો નોંધાયા છે. આ સાથે તાવ, શરદી, ઉધરસના 1 હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે. આ ઉપરાંત કમળા અને ટાઈફોઈડના દર્દીઓ પણ નોંધાયા છે.













