પેંડા ગેંગના સદસ્યો સામે જુદા જુદા 71 ગુનાઓ નોંધાયા છે, આરોપીઓને સાબરમતી, હિંમતનગર, જામનગર, દાહોદ , મહેસાણા અને ભાવનગર જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે, તો હવે મરઘા ગેંગના સદસ્યો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.


જંગલેશ્વર માંથી મુરઘાનો સાગરીત દેશી પિસ્ટલ સાથે પકડી વધુ કાર્યવાહી કરી છે

શહેરમાં મંગળા રોડ પર અંધાધુંધ ફાયરીંગની ઘટનામાં એસઓજીની ટીમે મુરથા ગેંગના બે સાગરીતોને યુપીથી ઝડપી લઈ વિશેષ કાર્યવાહી કરી હતી જેની પુછતાછમાં મંગળા રોડ પર મુરઘાએ ફોન કરી હથીયાર મંગાવ્યા હતા જે બન્ને સાગરીતો હથીયાર આપવા આવ્યા હતા બાદમાં બનાવની જાણ થતા યુપી નાસી ગયા હતા. તેમજ જંગલેશ્વર માંથી મુરઘાનો સાગરીત દેશી પિસ્ટલ સાથે પકડી વધુ કાર્યવાહી કરી છે.

રાજકોટ એસઓજીની ટીમે યુપીથી બન્ને આરોપીઓને પકડી તેની ધરપકડ કરી હતી

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મંગળા રોડ પર અંધાધુંધ ફાયરીંગના બનાવમાં એસઓજીએ સુત્રધાર સમીર ઉર્ફે મુરઘો,શાહનવાઝ સહીતને ઝડપી લીધા હતા જેના રિમાન્ડ મેળવી પુછતાછ કરતા તે ફાયરીંગ કરી કારમાં જંગલેશ્વરમાં ગયો હતો અને કાર મુકી મોરબી નાસી ગયો હતો. એસઓજીની ટીમે થાર કાર કબજે લઈને તલાસી લેતા કારમાંથી ત્રણ હથિયાર અને અને કારતીસ મળી આવ્યા હતો જે પોલીસે કબજે લીધા હતા. પોલીસની વધુ પુછતાછમાં જંગલેશ્વરમાંથી હથિયાર મંગાવતા મુળ યુપીના અને હાલ જંગલેશ્વરમાં રહેતો ઈસરાક અલી ઉર્ફે પુતન અને સલમાન નનકે ફકીર હથીયાર આપી ગયા હતા અને બનાવ બાદ યુપી નાસી જતા રાજકોટ એસઓજીની ટીમે યુપીથી બન્ને આરોપીઓને પકડી તેની ધરપકડ કરી હતી.

 

  • Follow us on: