આપણો દેશ ધાર્મિક અને વૈજ્ઞાનિક માનસિકતાવાળો દેશ છે. જેમાં લોકો ધર્મ સાથે સાથે વિજ્ઞાનનો પણ આદર કરે છે. માનવ જીવનમાં પાણીનું અમુલ્ય મહત્વ છે. આવામાં રાજકોટમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જલકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જલકથાનું વાંચન પ્રસિદ્ધ કવિ કુમાર વિશ્વાસ કરશે. આ જલકથાનું આયોજન રાજકોટમાં 15 થી 17 ડિસેમ્બર દરમિયાન કરવામાં આવશે.


ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં જળસંચયના કામોને વેગ આપવામાં આવશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચયના કામ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 1.11 લાખ જળસંચય સ્ટ્રકચર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે.

રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચયના 1,11,111 સ્ટ્રકચરોના કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચયના કાર્યોને વેગ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં જળસંચય ક્ષેત્ર જાગૃતિ લાવવા માટે વિશ્વપ્રસિદ્ધ કવિ ડૉ. કુમાર વિશ્વાસ દ્વારા ત્રણ દિવસીય જલકથાનું વાંચન કરવામાં આવશે.

આ જલકથા 'જલકથા અપને અપને શ્યામ કી' હેઠળ યોજાશે. આ કથા આગામી 15, 16 અને 17 ડિસેમ્બર દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે થશે. જેનો સમય રાત્રે 7 થી 12 દરમિયાન યોજાશે. જેમાં લગભગ દોઢ લાખ શ્રોતાઓ ઉપસ્થિત રહેવાની ધારણા છે.

આ પણ વાંચો - Kheda News: કપડવંજમાં BLOની કામગીરી કરતા શિક્ષકનું મોત, તણાવના કારણે આવ્યો હાર્ટ એટેક

  • Follow us on: