મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યની આઠ મહાનગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કોઈપણ પ્રકારની ફરિયાદ ગાંધીનગર ના પહોંચવી જોઈએ તેવી કડક સૂચના આપવામાં આવી હતી. બીજી તરફ આગામી 48 કલાકમાં ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ રાજકોટ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ દોડતા થઈ ગયાં છે.


અધિકારીઓ અને સંબંધિત વિભાગોને સૂચના

રાજકોટ શહેરના ટ્રાફિક, પેન્ડિંગ કામો અને નાગરિકોની ફરિયાદો સહિતના મુદ્દાઓને લઈને મ્યુનિસિપલ કમિશ્રર તુષાર સુમેરાએ કહ્યું હતું કે, ટ્રાફિક નિવારણ માટે મહાનગર પાલિકા દ્વારા સરવે કરવામાં આવશે. થર્ડ પાર્ટી ઈન્સપેક્શન પર પણ ખાસ ભાર અપાશે. આગામી 24 કલાકમાં પેન્ડિંગ ફાઈલોનો નિકાલ કરવા અધિકારીઓ અને સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે.

ટ્રાફિક ઘટાડવા માટે જરૂરી પ્લાન તૈયાર કરાશે

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ કહ્યું હતું કે, શહેરના ટ્રાફિકને લઈને ખાસ આયોજન છે. જ્યાં જ્યાં પીક અવર્સમાં ટ્રાફિક થાય છે તે પોઈન્ટની ઓળખ કરાશે. ટ્રાફિક ઘટાડવા માટે જરૂરી પ્લાન તૈયાર કરાશે. ટ્રાફિક સાથે સ્વચ્છતા અને નાગરીકોની ફરિયાદોના નિકાસ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. શહેરના નાગરીકોની રોજની 10 ફરિયાદોનું નિરાકરણ કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રૂબરૂ નાગરિકોને મળશે. આગામી દિવસોમાં શહેરમાં મોટો બદલાવ લાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ Banaskantha News: સાંસદ ગેનીબેનના ગ્રામજનોની દારૂની હેરાફેરી અટકાવવા પોલીસને રજૂઆત, જનતા રેડની ચીમકી


  • Follow us on: