રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વાહનચાલકોને આંતરીને લૂંટ ચલાવતી એક શાતિર ત્રિપુટીને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસની પકડમાં આવેલા આ ત્રણ આરોપીઓ - સમીર ચાનીયા, સલીમ ઠેબા અને અજરુદ્દીન સફિયાએ તાજેતરમાં જ બાઇક અને મોબાઇલ ફોનની લૂંટ ચલાવી હતી. પોલીસને બાતમી મળી હતી કે આ શખ્સો લૂંટના મુદ્દામાલ સાથે શહેરમાં ફરે છે, જેના આધારે વોચ ગોઠવીને તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ટોળકીની ધરપકડથી શહેરમાં બનતી લૂંટની અન્ય ઘટનાઓ પર પણ લગામ આવશે તેવી આશા સેવાઈ રહી છે.


શહેરીજનો માટે રાહત

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ત્રિપુટી માત્ર લૂંટ જ નહીં, પરંતુ અગાઉ 'નકલી પોલીસ' બનીને પણ નિર્દોષ લોકોને છેતરી ચુકી છે. આ રીઢા ગુનેગારો પોલીસના નામે લોકોને ડરાવી-ધમકાવીને કિંમતી ચીજવસ્તુઓ પડાવી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હતા. એ ડિવિઝન પોલીસે હાલ ત્રણેય આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે અને તેમની સાથે અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad માં કૌટુંબિક કલેશનો કરુણ અંજામ, પત્ની અને સસરાના ત્રાસથી યુવકે ગળેફાંસો ખાધો

  • Follow us on: