રાજકોટ શહેરમાં માતાજીના માંડવામાં પશુ બલી આપવાના પ્રકરણમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. ઘટનામાં કુલ 6 પશુઓની બલી અપાઇ, જ્યારે 9 પશુઓને બચાવવામાં આવ્યા હતા.
પોલીસ ફરિયાદ
ઘટનાના સમય બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જીવદયા સંસ્થાના કેતન સંઘવી દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.













