વર્ષ 2023માં રાજકોટના આજીડેમ વિસ્તારમાં બનેલી અત્યંત ચકચારી અને કંપારી છૂટી જાય તેવી ટ્રિપલ મર્ડરની ઘટનામાં આજે કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. પોતાની જ પત્ની, પુત્રી અને પત્નીના પ્રેમીની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર નરાધમ આરોપી પ્રવીણ દાફડાને કોર્ટે કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.


ઘટનાની પૃષ્ઠભૂમિ

આ કેસની વિગત એવી છે કે, વર્ષ 2023માં આરોપી પ્રવીણ દાફડાએ આજીડેમ નજીક એક ભયાનક પ્લાન ઘડ્યો હતો. જ્યારે તેની પત્ની, માસૂમ પુત્રી અને પત્નીનો પ્રેમી સ્કૂટર પર જઈ રહ્યા હતા, ત્યારે આરોપીએ પાછળથી પૂરઝડપે ટ્રક ચલાવી તેમને અડફેટે લીધા હતા. અકસ્માતનો રૂપ આપી આરોપીએ સ્કૂટર પર ટ્રક ચડાવી ત્રણેયને મોતને ઘાટ ઉતાર્યા હતા.

કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

 કાનૂની પ્રક્રિયા અને પુરાવાઓની તપાસ બાદ રાજકોટની કોર્ટે આ ઘટનાને ગંભીર ગણી આરોપીને કોઈ પણ પ્રકારની રહેમ રાખ્યા વગર આજીવન કેદની સજા ફટકારી છે. 


આ પણ વાંચો----     Surat : ઉમરામાં ઉદ્યોગપતિની પુત્રવધૂનો આપઘાત, લગ્નના 3 મહિનામાં જ ખ્યાતિ કેજરીવાલે જીવન ટૂંકાવ્યું

  • Follow us on: