રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી એક આંગડિયાની પેઢી પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે. આ દરોડામાં શેરબજારના ડબ્બા ટ્રેડિંગમાં સંલગ્ન નામચીન રાકેશ પોપટ સહિત ત્રણ શખ્સોને પોલીસ લઇ ગઇ હોવાનું જાણવા મળે છે.
કરોડોના બેનામી વ્યવહારો મળ્યાની આશંકા
એસએમસીના પી.એસ.આઈ. વી.એમ. જાડેજા અને તેમની ટીમે આ દરોડો પાડ્યો હતો. જેમાં શેરબજારના કરોડો રૂપિયાના બેનામી વ્યવહાર પકડાયાની આશંકા વ્યક્ત થઇ રહી છે













