રાજકોટમાં પાણીપુરી ખાવા નીકળેલી જે પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો તે કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે પત્નીની હત્યા તેના પતિએ જ કરી હતી. પતિ-પત્ની વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સતત ઘરકંકાસ ચાલતો હતો અને પત્ની રોજબરોજ માથાકૂટ કરતી હતી. આ રોજિંદા ઝઘડાઓથી કંટાળીને પતિએ આખરે પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
પત્ની દોઢ વર્ષથી પતિ સાથે રોજ કરતી હતી માથાકૂટ
પોલીસના જણાવ્યા મુજબ પતિએ તીક્ષ્ણ હથિયાર વડે પત્નીના માથા અને મોઢાના ભાગે ઘા મારીને હત્યા કરી હતી. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે અને સમગ્ર હત્યાના બનાવ અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી છે. આ ઘટનાએ પારિવારિક સંબંધોમાં વધી રહેલા તણાવની ગંભીરતા દર્શાવી છે.













