રંગીલા રાજકોટમાં માનવતા અને લોહીના સંબંધોને કલંકિત કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક નરાધમ કાકાએ પોતાની જ સગી ભત્રીજીને હવસનો શિકાર બનાવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ નરાધમ આરોપી સગીરાને ગર્ભ ન રહી જાય તે માટે ડરના માર્યા ગર્ભનિરોધક ગોળીઓ પણ ખવડાવતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.


કઈ રીતે થયો પર્દાફાશ?

ઘટનાની મળતી માહિતી અનુસાર, આરોપી કાકાએ ભત્રીજીને ડરાવી-ધમકાવી અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું, પરંતુ સતત ગર્ભનિરોધક ગોળીઓ આપવાના કારણે સગીરાને પેટમાં અચાનક અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. જ્યારે સગીરાને તબીબી તપાસ માટે લઈ જવામાં આવી અને પરિવાર દ્વારા પૂછપરછ કરવામાં આવી, ત્યારે સગીરાએ હિંમત ભેગી કરી કાકાના કાળા કરતૂતો વિશે જણાવી દીધું હતું. સગીરાની આપવીતી સાંભળી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા જ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પોલીસ કાર્યવાહી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ બી-ડિવિઝન પોલીસે તાત્કાલિક એક્શન લીધા હતા. પોલીસે ભોગ બનનાર સગીરાની ફરિયાદના આધારે ગુનો નોંધી નરાધમ કાકાની ધરપકડ કરી લીધી છે. હાલમાં પોલીસ દ્વારા સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવી આરોપી વિરૂદ્ધ પોક્સો (POCSO) સહિતની કડક કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો - Rajkot એઈમ્સમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત


  • Follow us on: