ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર અને ધમકીભરી ટિપ્પણીઓ કરવા બદલ ત્રણ શખ્સો સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
સોશિયલ મીડિયામાં રીલ બનાવી વાયરલ કરી
ગત 27 જાન્યુઆરીના રોજ દેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે ભાજપ દ્વારા વિકસિત ભારત જી રામ જી જન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સાંસદે કરેલા સંબોધનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોને એડિટ કરીને કેટલાક શખ્સોએ સાંસદની પ્રતિભા ને હાનિ પહોંચાડવાના ઈરાદે સોશિયલ મીડિયા માં રીલ બનાવી વાયરલ કરી હતી.













