સુરત જિલ્લામાં ઠંડીના માહોલમાં ગામડાના લોકો ભર ઊંઘમાં હોય ત્યારે રાતના અંધારામાં વાહનો લઇ રેકી કરેલા ખેતર વાડી વિસ્તારમાં એગ્રી ક્લ્ચર ના જીવંત વીજ વાયરો કાપીને રાતના અંધારામાં ફરાર થઇ જતી રાવત ગેંગને પોલીસે ઝડપી લીધી છે


ચોર ગેંગ ચોરેલો વીજ વાયર વેચી પણ દેતા

સુરતથી 30 કિલો મીટરના અંતરે આવેલ કીમ વિસ્તારમાં ગામની સીમમાં લાગેલ એગ્રી કલ્ચરની જીવંત વીજ વાયરની લાઈન ને કાપી વીજ પુરવઠો બંધ કરી ઠંડે કલેજે વીજપોલ પર લાગેલ એલ્યુમિનિયમ ના વાયરોની ચોરી કરી ફરાર થતી રાવત ગેંગને પોલીસે ઝડપી લીધી છે. સવાર પડે ખેડૂત ખેતરે જાય અને વીજ કંપની ને જાણ કરે અને ત્યારબાદ વીજ કંપની પોલીસને ફરિયાદ કરે ત્યાં સુધીમાં તો આ ચોર ગેંગ ચોરેલો વીજ વાયર વેચી પણ દેતા હતા.

6 હજાર મીટર વીજ કંપનીનો જીવંત વાયર કાપી ફરાર થઇ ગયા હતા.

આરોપીઓ કીમ પોલીસની હદ વિસ્તારમાં આવેલ ભાદોલ,પારડી ગામની સીમ અને કદરામા, એરથાણ ગામની સીમમાંથી 6 હજાર મીટર વીજ કંપનીનો જીવંત વાયર કાપી ફરાર થઇ ગયા હતા. વીજ કંપની દ્વારા પોલીસ ફરિયાદ કરતા કીમ પોલીસ હરકતમાં આવી અલગ અલગ ટીમ બનાવી, રાત્રી પેટ્રોલિંગ સધન બનાવ્યું અને પોલીસના હાથમા આરોપી આવી ગયા

ગેંગનો માસ્ટર માઈન્ડ સપતસિંહ રાવત દિવસે રેકી કરતો

આ રાવત ગેંગનો માસ્ટર માઈન્ડ સપતસિંહ રાવત દિવસે રેકી કરતો અને રાત્રે વાહનો લઇ, વાયર કાપવાના કટરો સાથે સુરત ગ્રામ્યમાં ગામનીની સીમમાં ઉતરી પડતા અને ગણતરી ના કલાકમાં ગામની સીમમાં વીજપોલ પર લાગેલા એગ્રી કલચર ના વાયરો કાપી તેના ટુકડા કરી વાહનોમાં ભરી મહેન્દ્ર નામના ઈસમ ને આપી દેતા જેમાં મહેન્દ્ર ચોરેલા વીજવાયરો ભંગાર ના ધંધા સાથે સકરાયેલ વેપારીઓને વેચી દેતો હતો. જોકે પોલીસે ચોરેલા વાયરો ખરીદનારને પણ ઝડપી પાડી બે ટન થી વધારે વીજ વાયરોનો જથ્થો કબ્જે કરી 7 જેટલાં વીજ વાયરની ચોરી કરનાર રાવત ગેંન્ગ ને ઝડપી પાડી હતી જેમાં કીમ પોલીસની હદમાં બે ચોરી અને એક ઓલપાડ પોલીસની હદમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો

અન્ય જગ્યા પર ચોરી ને અંજામ આપ્યો છે કે કેમ એ દિશામાં પોલીસ પૂછ પરછ કરશે

કીમ પોલીસે વીજ વાયરોની ચોરી કરતી રાવત ગેંગનો પર્દાફાશ કર્યા બાદ હવે આ ગેંગના સભ્યો ને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ ની માંગણી કરશે. આ ગેંગે કીમ પોલીસની હદ સિવાય અન્ય જગ્યા પર ચોરી ને અંજામ આપ્યો છે કે કેમ એ દિશામાં પોલીસ પૂછ પરછ કરશે.


આ પણ વાંચો-----  Indigo ના ચેરમેન વિક્રમ સિંહ મહેતાનું નિવેદન, આ ઘટના ઇન્ડિગોના 19 વર્ષના ટ્રેક રેકોર્ડ પર એક ડાઘ..બિનશરતી માફી માગી


  • Follow us on: