સુરતના અલથાણ વિસ્તારમાં નાણાકીય લેતીદેતીના મામલે ગેરેજ સળગાવવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં તત્કાળ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.


500 રૂપિયાની લેતીદેતીમાં ગેરેજ સળગાવ્યું

 પ્રાથમિક માહિતી મુજબ બે ગેરેજ સંચાલકોએ માત્ર 500 રૂપિયાની લેતીદેતીના વિવાદમાંગેરેજમાં આગ ચાંપી દીધી હતી.

આગ લાગતા અફરા તફરીનો માહોલ

આ ઘટના ભીમરાડ સોમિબા પાર્ટીપ્લોટની ગલીમાં રઘુવીર સેફ્રનની સામે આવેલી પંચરની દુકાનમાં બની હતી. આગ લાગતાની સાથે જ વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ હતી.

આગ પર કાબૂ મેળવી લીધો

ઘટનાની જાણ થતાં અલથાણ ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.

સમગ્ર મામલે અલથાણ પોલીસે તપાસ શરૂ કરી

સમગ્ર મામલે અલથાણ પોલીસે તપાસ શરૂ કરી છે અને આગ લગાવવાના સાચા કારણો તથા જવાબદારો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે દોષિતો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો---  Kutch Earthquake : ગત રાત્રે આવેલા 4.1ની તીવ્રતાના ભૂકંપનું એપિસેન્ટર પાકિસ્તાનમાં નોંધાયું, વૈજ્ઞાનિકોએ શરુ કર્યું રિસર્ચ

  • Follow us on: