સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સાબુના કેમિકલના ગોડાઉનમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાના કારણે ગોડાઉનમાં હાજર બે વ્યક્તિઓ દાઝી ગયા હતા. ઇજાગ્રસ્ત બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો.


ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

સરથાણા, કાપોદ્રા અને મોટા વરાછાના ફાયર સ્ટેશનની કુલ 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને લાંબા પ્રયાસો બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે ફાયરની સમયસર કાર્યવાહીથી આગને અન્ય વિસ્તારોમાં ફેલાતી અટકાવવામાં આવી હતી. જોકે આ ભીષણ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તે અંગે તપાસ ચાલી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: