સુરતમાં પતંગનો કાતિલ દોરો ફરી એકવાર ઘાતક સાબિત થયો છે. લિંબાયત ફ્લાયઓવર બ્રિજ પર બાઇક પર જઈ રહેલા એક પરિવાર સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. યુવાન બાઇકચાલક અને તેની માતા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક પતંગનો દોરો યુવાનના ગળા અને ચહેરા પર આવી ગયો હતો. દોરીની તીક્ષ્ણતાને કારણે બાઇકચાલકનો ગાલ ચીરાઈ ગયો હતો. પીડિત યુવાનનો ગાલ ચીરાઈ જતાં તેણે બાઇક પરથી કાબૂ ગુમાવ્યો હતો.


દોરીથી બાઇક-ચાલકનો ગાલ ચીરાયો

જેના કારણે માતા અને પુત્ર બંને રોડ પર પટકાયા હતા અને લોહીલુહાણ થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદભાગ્યે બાઇકચાલક અને તેની માતાની વચ્ચે બેઠેલા નાના બાળકનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાએ ફરી એકવાર પતંગના દોરાની ભયાનકતા અને સલામતીના નિયમોના ઉલ્લંઘન સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. શહેરના માર્ગો પર વાહનચાલકોની સલામતી જોખમમાં મુકાઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: