હીરા નગરી સુરતમાં નશાના કારોબારીઓ સામે સુરત ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. સુરત એરપોર્ટ પરથી બાતમીના આધારે કાર્યવાહી કરી પોલીસે અંદાજે 6 કિલો હાઈબ્રિડ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે. સુરત એરપોર્ટનો ઉપયોગ નશીલા પદાર્થોની હેરાફેરી માટે કરવામાં આવી રહ્યો હોવાની શંકાને આધારે ક્રાઈમ બ્રાન્ચ સતર્ક હતી. આ દરમિયાન જથ્થા સાથે આવેલા ત્રણ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.


ક્રાઈમ બ્રાન્ચે હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો

જપ્ત કરાયેલ ગાંજો સામાન્ય ગાંજા કરતા વધુ ઘાતક અને કિંમતી એવો 'હાઈબ્રિડ' પ્રકારનો છે. એરપોર્ટ પરથી આ પ્રકારના સપ્લાયમાં વધારો થતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને પહોંચાડવાનો હતો. પોલીસ કમિશનરના આદેશ મુજબ શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે એરપોર્ટ અને અન્ય પ્રવેશદ્વારો પર વોચ વધારી દેવામાં આવી છે. પકડાયેલા ત્રણેય આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: