સુરતના વ્યસ્ત ચૌટા બજાર વિસ્તારમાં ફેરિયાઓ દ્વારા કરવામાં આવતા દબાણના મામલે સુરત મહાનગર પાલિકાએ વધુ એક કડક કાર્યવાહી હાથ ધરી છે. ફેરિયાઓ માટે દબાણ કરવા માનીતી જગ્યા તરીકે ઉપયોગમાં લેવાતી ચૌટા બજારની કેલાપીઠ વિસ્તારમાં આવેલ એક જર્જરિત ઇમારતને પાલિકાએ સીલલ કરી દીધી છે.
આ ઇમારતનો ઉપયોગ ફેરિયાઓ દ્વારા ગોડાઉન તરીકે કરવામાં આવી રહ્યો હતો
મળતી માહિતી મુજબ આ ઇમારતનો ઉપયોગ ફેરિયાઓ દ્વારા ગોડાઉન તરીકે કરવામાં આવી રહ્યો હતો. અંદાજે 30 ફૂટ પહોળી જાહેર જગ્યામાં ફેરિયાઓ દ્વારા મોટાપાયે દબાણ કરવામાં આવતું હોવાથી વિસ્તારમાં સતત ટ્રાફિક સમસ્યા ઊભી થઈ રહી હતી, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓએ ભારે હાલાકી ભોગવવી પડતી હતી.













