ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સુરતને નવી સુવિધાઓની ભેટ મળી છે.
DYCMએ સ્ટાર્ટઅપ બિલ્ડીંગનું ભૂમિ પૂજન કર્યું
ગૃહ રાજ્યમંત્રીએ યુનિવર્સિટી કેમ્પસમાં કલ્પતરુ આરોગ્ય, ધન અને સેવા કેન્દ્ર, પુનઃનિર્મિત નર્મદ સ્મૃતિ ભવન અને અત્યાધુનિક ડાઇનિંગ હોલનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત, ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે યુટિલિટી બિલ્ડિંગ, મ્યુઝિયમ અને ખાસ કરીને યુવાનો માટે સ્ટાર્ટઅપ બિલ્ડિંગનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું.













