સુરત શહેરમાં ઉતરાયણ પૂર્વે પતંગની ખરીદી દરમિયાન થયેલી મારામારીના મામલે હવે રાજકારણ અને સામાજિક ગરમાવો જોવા મળી રહ્યો છે. ગત 13મી તારીખની રાત્રે પતંગ ખરીદવા ગયેલા યુવકો અને પાસ નેતા અલ્પેશ કથીરિયા તેમજ તેમના ભાઈ વચ્ચે થયેલી અથડામણ બાદ આજે મોટી સંખ્યામાં કોળી સમાજના યુવાનો ન્યાયની માગ સાથે સુરત પોલીસ કમિશનર કચેરીએ ઉમટી પડ્યા હતા.
અલ્પેશ કથીરિયા સામે ફરિયાદની ઉગ્ર માંગ
13 તારીખની રાત્રે પતંગની ખરીદી વખતે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી. જેમાં ચંદ્રેશ ભાલીયા નામના યુવકને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોવા છતાં, પોલીસે માત્ર NC (Non-Cognizable) ફરિયાદ એટલે કે અરજી લેતા સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે.













