સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ધામદોડ ગામે આવેલી જે.બી. ઇકોટેક્ષ નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ કંપની પ્લાસ્ટિક રિસાયકલિંગનું કામ કરતી હતી. આગ કંપનીના વેસ્ટેજના ગોડાઉનમાં લાગી હતી. આ આગ જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી. આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.


પ્લાસ્ટિક રિસાયકલિંગ કરતી ફેક્ટરીમાં લાગી આગ

આગની જાણ થતાં સુરત અને ભરૂચ જિલ્લામાંથી પાંચ જેટલા ફાયર ફાઇટર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ ભારે જહેમત ઉઠાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ફેક્ટરીમાં મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે અને તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: