સુરત શહેરમાં યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક ભવ્ય સમૂહ લગ્ન સમારોહ 14 માર્ચના રોજ યોજાવાનો હતો, પરંતુ આ કાર્યક્રમ વિવાદના કેન્દ્રમાં આવી ગયો છે. ફાઉન્ડેશન દ્વારા મસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના લગ્ન હિન્દુ વિધિથી કરાવવાની જાહેરાત કરવામાં આવી હતી.


ટ્રસ્ટે અંતે આ લગ્ન રદ કરવાની જાહેરાત કરી

જાહેરાત થયા પછી સમાજમાં ભારે વિરોધ ઉઠ્યો અને કલેક્ટર તેમજ પોલીસ કમિશનર સુધી આ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આખરે યશવી ટ્રસ્ટે અંતે આ લગ્ન રદ કરવાની જાહેરાત કરી છે.

 હિન્દુ વિધિ હેઠળ લગ્ન કરાવવાનો પ્રયાસ કાયદાનું ઉલ્લંઘન

આ મામલે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરતો પત્ર પણ લખ્યો હતો. સમૂહ લગ્નના મંચ પરથી મુસ્લિમ યુવતીના હિન્દુ વિધિ હેઠળ લગ્ન કરાવવાનો પ્રયાસ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ, 2021નું ઉલ્લંઘન હોવાની રજૂઆત કરાઇ છે. સામાજિક વિવાદને કારણે શહેરની શાંતિ અને ભાઈચારાના વાતાવરણમાં ખલેલ પડવાની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

કોઈપણ વ્યક્તિને મરજી મુજબ લગ્ન કરવાનો અધિકાર

અસલમ સાયકલવાલાએ પત્રમાં જણાવ્યું કે કોઈપણ વ્યક્તિને મરજી મુજબ લગ્ન કરવાનો અધિકાર છે પરંતુ, સમૂહ લગ્નના મંચ પરથી જાહેરમાં 'હિન્દુ વિધિ' દ્વારા મુસ્લિમ યુવતીના લગ્ન કરાવવા તે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ 2021નું સરેઆમ ઉલ્લંઘન છે.

યુવક અને યુવતી હજુ પણ તેમના લગ્ન માટે મક્કમ

જો કે તેમના પરિવારની અસંમતી હોવા છતાં આ યુવક અને યુવતી હજુ પણ તેમના લગ્ન માટે મક્કમ છે. હવે આયોજકોએ વિવાદ બાદ લગ્ન રદ કરવાની જાહેરાત કરી હતી.


આ પણ વાંચો----     Junagadhમાં ગળેફાંસો ખાઈને યુવતીનો આપઘાત, પોલીસ ભરતીમાં એક - બે માર્કસથી થઈ હતી નાપાસ


  • Follow us on: