સુરત શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કડક એક્શન પ્લાન જાહેર કર્યો છે. સુરત પોલીસ દ્વારા આ વર્ષે હાઈટેક પદ્ધતિથી મોનિટરિંગ કરવામાં આવશે, જેમાં આજથી જ શહેરના તમામ ફાર્મ હાઉસ અને સંભવિત પાર્ટી સ્થળો પર ડ્રોન કેમેરાથી નજર રાખવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. સુરત શહેરમાં આશરે 13 જેટલી મોટી પાર્ટીઓનું આયોજન થયું છે, જ્યાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 5 હજારથી વધુ પોલીસકર્મીઓનો કાફલો રસ્તા પર તૈનાત રહેશે. આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.


ડ્રોન કેમેરા અને હાઈટેક સર્વેલન્સ

ઉજવણીના નામે નશાખોરી કરનારા તત્વો સામે લાલ આંખ કરતા પોલીસ કમિશનરે જણાવ્યું કે, પાર્ટીઓમાં સાદા કપડાંમાં SHE ટીમની મહિલા પોલીસકર્મીઓ તૈનાત રહેશે, જે છેડતી અને અસામાજિક પ્રવૃત્તિઓ પર નજર રાખશે. આ ઉપરાંત, ડ્રગ્સનું સેવન કરનારાઓને પકડવા માટે ખાસ 'ડ્રગ્સ કિટ' અને FSLની ટીમોને પણ મેદાનમાં ઉતારવામાં આવી છે. શંકાસ્પદ જણાતા વ્યક્તિઓનો સ્થળ પર જ ટેસ્ટ કરવામાં આવશે. પોલીસના આ કડક વલણને જોતા સ્પષ્ટ છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે થર્ટી ફર્સ્ટની રાત ભારે પડી શકે છે.

આ પણ વાંચો :  Banaskantha માં હાઇવોલ્ટેજ ડ્રામા, ગાંધીનગર કૂચ કરી રહેલા આદિવાસી આગેવાનોની મોડી રાત્રે અટકાયત

  • Follow us on: