સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિદેશી ચલણની હેરાફેરીનું એક મોટું રેકેટ ઝડપાયું છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ બાતમીના આધારે કાર્યવાહી કરતા પાલ વિસ્તારના એક દંપતીને 1.34 લાખ અમેરિકન ડોલર સાથે ઝડપી પાડ્યું છે. આ દંપતી સુરતથી દુબઈ જતી ફ્લાઈટમાં સવાર થવાનું હતું, પરંતુ ચેકિંગ દરમિયાન તેમની પાસેથી શંકાસ્પદ રીતે રાખવામાં આવેલા ડોલર મળી આવ્યા હતા. ભારતીય રૂપિયામાં આ વિદેશી ચલણની કિંમત અંદાજે 1.10 કરોડ રૂપિયાથી વધુ થવા જાય છે.


વિદેશી ડોલર ઝડપાયા

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ દંપતીએ આ ડોલરનો જથ્થો દુબઈ એરપોર્ટ પર કોઈ અજાણ્યા વ્યક્તિને ડિલિવરી આપવાનો હતો. આટલી મોટી રકમ ક્યાંથી આવી અને આની પાછળ અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં DRI એ પતિની ધરપકડ કરી છે અને તેની પત્નીની પણ આ મામલે સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. સુરત એરપોર્ટ પરથી આટલી મોટી માત્રામાં વિદેશી ચલણ પકડાતા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

આ પણ વાંચો : Rajkot News : જસદણના પ્રતાપપુરમાં દહેજ ભૂખ્યા સાસરિયાનો ત્રાસ, પરિણીતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

  • Follow us on: