ગુજરાતમાં અસામાજિક તત્વો સામે પોલીસ એક્શનમાં આવી છે. નિર્દોષ નાગરિકોને હેરાન કરનારા અને આતંક મચાવનારા તત્વો સામે પોલીસે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે. સુરતમાં પોલીસે આતંક મચાવનાર માથાભારે રાણા દેવાની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને જાહેરમાં લઈ જઈને વરઘોડો કાઢ્યો હતો. પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
માથાભારે આરોપી રાણા દેવાની ધરપકડ
સુરતમાં વરાછાના અભયનગરમાં આતંક મચાવનાર અને નિર્દોષ લોકો સાથે મારપીટ કરનાર માથાભારે આરોપી રાણા દેવાની ઘણા સમયથી પોલીસ પકડથી દૂર હતો. સમગ્ર વિસ્તારમાં તેના નામની બૂમો પડતી હતી. આરોપી રાણાએ એક યુવકને લાતો અને મુક્કાથી માર માર્યો હતો. જેના સીસીટીવી પણ વાયરલ થયા હતાં. આ ઘટનાને લઈને પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.













