સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ વિસ્તારમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. સાયણ ખાતે આવેલા એક જિનિંગ કોમ્પ્લેક્સમાં આવેલી ફાર્મસની ઓફિસને નિશાન બનાવીને તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, રાત્રિના સમયે 8 જેટલા બુકાનીધારી તસ્કરો જિનિંગ કોમ્પ્લેક્સમાં પ્રવેશ્યા હતા. તસ્કરોએ ચોરી કરવા માટે અનોખી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી, જેમાં તેમણે ઓફિસની બારીની ગ્રીલ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ચોરીને અંજામ આપ્યો હતો.


તસ્કરોની મોડસ ઓપરેન્ડી

જોકે, તસ્કરોની આ સમગ્ર ગતિવિધિ જિનિંગ કોમ્પ્લેક્સમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મોઢે રૂમાલ બાંધીને આવેલા 8 જેટલા શખ્સો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ કરવાની અને તેમને પકડવાની કવાયત હાથ ધરી છે. ફાર્મસની ઓફિસમાંથી કેટલી મત્તાની ચોરી થઈ છે તે અંગેની ચોક્કસ વિગતો જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad માં ખારીકટ કેનાલ ફેઝ-2 ની 22 કિલોમીટરની કામગીરી 30 મહિનામાં પૂરી કરવાનો લક્ષ્યાંક 

  • Follow us on: