સુરત શહેરમાં ફરી એકવાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતો અને જોખમી સ્ટંટ કરતો યુવક ચર્ચામાં આવ્યો છે. શહેરના ડિંડોલી વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક બેફામ રીતે મોપેડ હંકારતો નજરે પડે છે. યુવક જાણે કોઈ ટોપ બાઈકર હોય તેમ બંને હાથ છોડીને બેફામ ગતિએ મોપેડ ચલાવી રહ્યો છે.


ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી

જે તેની અને અન્ય વાહનચાલકોની સુરક્ષા માટે અત્યંત જોખમી છે. આ પ્રકારે બેજવાબદારીપૂર્વક વાહન ચલાવવાની હરકતથી અકસ્માત થવાનો ભય રહે છે. વીડિયો વાયરલ થતાં જ ડિંડોલી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે વીડિયોના આધારે બેફામ ચાલકને શોધી કાઢવા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: