સુરત શહેરમાં આજ રોજ લિફ્ટમાં ફસાઈ જવાની બે ઘટના સામે આવી હતી. બંને ઘટનામાં ફસાયેલા વ્યક્તિઓને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનામાં ફાયર વિભાગની કામગીરીની લોકોએ પ્રશંસા કરી હતી. સુરત શહેરમાં શુક્રવારના રોજ મજુરા અને મુગલીસરામાં લિફ્ટમાં ફસાવાની ઘટના સામે આવી હતી. મુલગીસરા પાલિકાના મલ્ટી લેવલ પાર્કિગની લિફ્ટમાં ફસાયેલા યુવકને ફાયર વિભાગની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો.
ફાયર જવાનોએ યુવકને સુરક્ષિત રીતે યુવકને લિફ્ટની બહાર કાઢ્યો
લિફ્ટ ફસાઈ જતા યુવકે બૂમાબૂમ કરી હતી. જે બાદ ઘટનાસ્થળે હાજર લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર જવાનોએ યુવકને સુરક્ષિત રીતે યુવકને લિફ્ટની બહાર કાઢ્યો હતો. આ યુવકને પાંચથી સાત મિનિટોમાં જ લિફ્ટમાંથી બહાર કાઢી લેવામાં આવતા લોકોએ ફાયર વિભાગની કામગીરી બિરદાવી કરી હતી.













