સુરતમાં એક યુવકે સગીરાનું અપહરણ કરી તેને ગર્ભવતી બનાવી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. શહેરના પૂણા વિસ્તારમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર બાબતે પોલીસે 11 મહિનાના સમયગાળા બાદ બંને જણાને રાજસ્થાનથી પકડી પાડ્યા હતાં. તપાસમાં સગીરાને આઠ માસનો ગર્ભ હોવાનું સામે આવતા તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


પોલીસે બંને જણાને રાજસ્થાનથી ઝડપી લીધા

સુરતના પુણા વિસ્તારમાંથી 15 વર્ષની એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ સગીરા ગુમ થવાથી તેના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. સગીરાનો પરિવાર સતત 11 મહિનાથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો હતો. પોલીસે 11 મહિનાના સમયગાળા બાદ બંને જણાને રાજસ્થાનથી ઝડપી લીધા હતાં. પોલીસની તપાસમાં આ સગીરા ગર્ભવતી હોવાનું અને તેને 8 માસનો ગર્ભ હોવાનું ફલિત થયું હતું.

આઠ માસનો ગર્ભ હોવાનું જણાતા પરિવાર પણ ચોંક્યો

સગીરાને આઠ માસનો ગર્ભ હોવાનું જણાતા પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો. પોલીસે પકડેલી સગીરાએ પરિવાર પાસે જવાની મનાઈ કરતાં તેને નારી સંરક્ષણ ગૃહમાં ખસેડવામાં આવી હતી. પોલીસે સગીરાને ભગાડી જનાર આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Morbi News: હળવદમાં વ્યાજખોરોના ત્રાસથી એક વ્યક્તિએ કારખાનામા ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો


  • Follow us on: