સુરતના કિમ ચાર રસ્તા વિસ્તારમાં ગઠિયાની કરતૂત સામે આવી છે, ટેમ્પોમાં પંચર હોવાનું કહી રૂપિયા લઈ ઠગ ફરાર થયો છે, 1.50 લાખ ભરેલો થેલો લઈને ગઠિયો થયો રફુચક્કર, ટેમ્પોચાલકનું ધ્યાન ભટકાવી ગઠિયો થયો ફરાર તેવા સીસીટીવી સામે આવ્યા છે, સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા.


ટેમ્પાના ટાયરમાં પંચર પડ્યું છે કહી ગઠિયો કરતબ અજમાવી ગયો

સુરતના કિમ વિસ્તારમાં ગઠિયાની કરતૂત સામે આવી છે, જેમાં ગઠિયો ટેમ્પોચાલકને કહી રહ્યો છે કે, તમારા ટેમ્પામાં પંચર છે અને ટેમ્પોચાલક નીચે ઉતરે છે ત્યાં સુધીમાં તે રૂપિયા ભરેલી થેલી લઈને ફરાર થાય છે, ટેમ્પાના ચાલકે સીસીટીવી ચેક કરતા સમગ્ર ઘટના સામે આવી છે, પોલીસે ટેમ્પોચાલકની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

સુરતના ડીંડોલીની સોસાયટીમાંથી 4 દિવસમાં બે બાઇકની ચોરી

શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે, જેના કારણે સ્થાનિકોમાં પોલીસ પેટ્રોલિંગ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરતના ડીંડોલી વિસ્તારની લુંબિની સોસાયટીમાં છેલ્લા ચાર દિવસમાં જ બે બાઇકની ચોરીની ઘટના સામે આવી છે. વહેલી સવારે બે તસ્કરો લુંબિની સોસાયટીમાં પ્રવેશ્યા હતા. સોસાયટીમાં પાર્ક કરેલી બાઇક ચોરવાનો પ્રયાસ કરતાં તેઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ફૂટેજમાં દેખાય છે કે આરોપીઓ ડુપ્લીકેટ ચાવી વડે બાઇકનું લોક ખોલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આખરે, એક બાઇકમાં ડુપ્લીકેટ ચાવી લાગી જતાં આરોપીઓ બાઇક લઈને ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો : Bhavnagar News : ભાવનગરના પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં અનાજમાં નાખવાની ટિકડીઓ ગટગટવી એક વ્યકિતએ કર્યો આપઘાત



  • Follow us on: