સુરત શહેરમાં ફરી એક વખત રફ્તારના રાક્ષસો માજા મુકી રહ્યા છે જેના કારણે નાગરિકોની સુરક્ષા પર પ્રશ્ન ઉભો થયો છે. ખટોદરા પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર મોડી રાતે એક BMW કાર ચાલકે ઓટોરિક્ષાને ટક્કર મારી હતી જેથી રિક્ષા ઉંધી વળી ગઇ હતી.


ડ્રાઈવર નીતિન પાટીલ ગંભીર રીતે ઘવાયો

બેફામ BMW કાર ચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી.અકસ્માતમાં ઓટોરિક્ષા ડ્રાઈવર નીતિન પાટીલ ગંભીર રીતે ઘવાયો છે.

કારની ઝડપ અંદાજે 100 થી 120 કિમી પ્રતિ કલાક હોવાની શક્યતા

પ્રાપ્ત માહિતી અનુસાર, કારની ઝડપ અંદાજે 100 થી 120 કિમી પ્રતિ કલાક હોવાની શક્યતા છે. ટક્કર એટલી ગંભીર હતી કે, નજીકમાં સૂતા લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. સદનસીબે યુવાનનો જીવ બચી ગયો, છતાં તેના માથામાં અને પીઠના ભાગે ઇજા થઇ હતી

ઘટના બાદ BMW કાર ચલાવતો શખ્સ તુરંત ફરાર

ઘટના બાદ BMW કાર ચલાવતો શખ્સ તુરંત ફરાર થયો હતો. ઘાયલ યુવાનને તરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી છે.

ફરાર ડ્રાઇવરની શોધખોળ

પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી છે અને ફરાર ડ્રાઈવરને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો----     Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું

  • Follow us on: