સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા પતરા ના શેડમાં બનાવવામાં આવેલી દુકાનોમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ એક ગોડાઉનમાં આગ ભભૂકતાં જ તેની બાજુમાં આવેલી રમકડાની દુકાન પણ આગની ચપેટમાં આવી ગઈ હતી.


 બાજુની ત્રણથી ચાર દુકાનોમાં પ્રસરી

એક દુકાનમાં લાગેલી આગ જોતજોતામાં બાજુની ત્રણથી ચાર દુકાનોમાં પ્રસરી ગઈ, સમગ્ર વિસ્તારમાં ભયજનક પરિસ્થિતિ સર્જી હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગની જ્વાળાઓ અને ધુમાડાના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો.

 પાણીનો મારો શરૂ કરી આગ પર કાબુ મેળવી લીધો

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની પાંચથી સાત ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ ભારે મહેનત બાદ પાણીનો મારો શરૂ કરી આગ પર કાબુ મેળવી લીધો હતો. લાંબા સમયની જહેમત પછી આગ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી હતી.

આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી, જોકે દુકાનોમાં રહેલ તમામ માલસામાન બળી ને ખાખ થઈ જતા વેપારીઓને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આગની ઘટનાને લઈને સ્થાનિક પ્રશાસન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો----   મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન શરુ, અક્ષય કુમારે કહ્યું, ડાયલોગબાજી બંધ કરીને મતદાન કરવા બહાર નિકળો

  • Follow us on: