સુરતની મોડલ સુખપ્રીત કૌર આપઘાત કેસમાં પોલીસ તપાસમાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. ગત 2 મે, 2025ના રોજ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવનાર સુખપ્રીતને મરવા માટે મજબૂર કરનાર તેના 24 વર્ષીય પ્રેમી અનુરાગ જૈસ્વાલની સુરત પોલીસે મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે. આરોપી અનુરાગ બી.ફાર્મનો વિદ્યાર્થી છે અને તેની પૂછપરછમાં પ્રેમ પ્રકરણ અને માનસિક ત્રાસની વિગતો સપાટી પર આવી છે.


24 વર્ષીય પ્રેમી અનુરાગ જૈસ્વાલની ધરપકડ

તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, સુખપ્રીતે આત્મહત્યા કરી તે પહેલા આરોપી અનુરાગે તેને કોન્ફરન્સ કોલ કર્યો હતો. આ કોલ દરમિયાન અનુરાગે સુખપ્રીતને અત્યંત અપશબ્દો કહી ગાળાગાળી કરી હતી, જેનાથી સુખપ્રીતને ખૂબ જ માઠું લાગ્યું હતું. આ ઉપરાંત, સુખપ્રીત જે યુવક સાથે લિવ-ઈનમાં રહેતી હતી, તેના દ્વારા પણ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું ખુલ્યું છે. પ્રેમીના અપશબ્દો અને લિવ-ઈન પાર્ટનરના અત્યાચારથી કંટાળીને આખરે સુખપ્રીતે પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું હતું.

અગાઉ લિવ ઇનમાં રહેતા યુવકની કરી હતી ધરપકડ

આ કેસમાં અગાઉ પોલીસે લિવ-ઈનમાં રહેતા મહેન્દ્ર રાજપુતની ધરપકડ કરી હતી. જોકે, મહેન્દ્ર અને પરિવારજનોની સઘન પૂછપરછમાં પ્રેમી અનુરાગની સંડોવણીના મજબૂત પુરાવા મળી આવ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સની મદદથી સુરત પોલીસે અનુરાગનું લોકેશન ટ્રેસ કર્યું અને તેને મધ્યપ્રદેશથી દબોચી લઈ સુરત લાવવામાં આવ્યો છે. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે શું આ પાછળ અન્ય કોઈ કારણો પણ જવાબદાર છે કે નહીં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: