સુરતના કતારગામ વિસ્તારના નાસીરનગરમાં થયેલા કથિત 'ભૂતિયા ડિમોલિશન'ના વિવાદે છેલ્લા કેટલાય દિવસોથી સમગ્ર શહેરમાં ભારે હોબાળો મચાવ્યો છે. બિલ્ડરોની શંકાસ્પદ ભૂમિકા અને તંત્રની ગુપ્તતાને કારણે સવાલો ઉઠી રહ્યા હતા, ત્યારે હવે સુરત મહાનગરપાલિકાના તંત્રએ આ મામલે પોતાનું મૌન તોડ્યું છે.


ડિમોલિશન પાલિકા દ્વારા જ કરવામાં આવ્યું

આ મામલે સેન્ટ્રલ ઝોનના ચીફ આશિષ નાયકે એક મોટું સત્તાવાર નિવેદન આપીને મોડે મોડે એ વાત સ્વીકારી લીધી છે કે આ ડિમોલિશન પાલિકા દ્વારા જ કરવામાં આવ્યું છે. આ સાથે જ અત્યાર સુધી ચાલી રહેલી તમામ અટકળો અને 'ભૂતિયા ડિમોલિશન'ના દાવાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

કોઈ ગેરકાયદે કે ભૂતિયા ડિમોલિશન થયું નથી

ઝોનલ ચીફ આશિષ નાયકે સ્પષ્ટતા કરી છે કે નાસીરનગરમાં કોઈ ગેરકાયદે કે ભૂતિયા ડિમોલિશન થયું નથી, પરંતુ પાલિકાના નિયમો અને કાયદાકીય પ્રક્રિયા મુજબ જ આખી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તે

રૂટીન વહીવટી કામગીરી

મણે જણાવ્યું કે, ગત 30 તારીખે પાલિકાની ટીમ રોડ લાઇન ખુલ્લી કરવા અને ડીમાર્કેશન (જમીન માપણી) ના કામ માટે જ ઘટનાસ્થળે ગઈ હતી. રોડ પરના નડતરરૂપ દબાણો હટાવવા માટે આ પાલિકાની એક રૂટીન વહીવટી કામગીરી હતી. આ ઓપરેશન માટે પાલિકા તંત્ર દ્વારા જ નિયમ મુજબ પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી અને પોલીસને અગાઉથી લેખિત જાણ પણ કરાઈ હતી.

 અંગત સ્વાર્થ અને રાજકીય રોટલી શેકવા ગેરસમજ ઉભી કરાઇ

આશિષ નાયકે આક્રોશ વ્યક્ત કરતા ઉમેર્યું કે, કેટલાક તત્વો દ્વારા પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય રોટલી શેકવા માટે આ કાયદેસરની કામગીરી બાબતે બજારમાં ખોટી ગેરસમજ ઊભી કરવામાં આવી રહી છે. ખોટા વિવાદો અને આક્ષેપોને કારણે પાલિકાના નિર્દોષ કર્મચારીઓ ભારે માનસિક ત્રાસનો અનુભવ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હાલમાં આ સમગ્ર ડિમોલિશન બાબતે જે પણ તપાસ ચાલી રહી છે, તેમાં પાલિકા તંત્રનો સંપૂર્ણ અને હકારાત્મક સહયોગ છે. આ ખુલાસા બાદ હવે વિરોધીઓ અને બિલ્ડરો વચ્ચે ચાલી રહેલી આક્ષેપબાજીમાં નવો વળાંક આવવાની પૂરેપૂરી શક્યતા છે.

  • Follow us on: