સુરતથી પોતાના વતન જવા માટે મુસાફરો રેલવે સ્ટેશન ભીડ લગાવીને બેઠા છે અને ભીડને પહોંચી વળવા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. હોળી ધુળેટીને લઈને મોટી સંખ્યામાં ડાઇન પ્રિન્ટિંગ અને લુમ્સના કામદારો જાય છે બિહાર અને ઉત્તર પ્રદેશ અને રેલ્વે દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.


ઉત્તર ભારતમાં દિવાળી કરતા પણ વિશેષ રીતે હોળી-ઘુળેટીનું પર્વ મનાવવામાં આવે છે

અમદાવાદમાં વસવાટ કરતા યુપી, બિહાર સહિતના રાજ્યોના હજારો લોકો આ તહેવાર ઉજવવા માટે પોતાના વતનમાં જાય છે. અત્યારથી આ પરિવારો પોતાના વતનમાં જવા માંડ્યા છે. જેમાં ગુરૂવાર બાદની અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હઉસફૂલ થઈ ગઈ છે.

ટ્રેનમાં ટિકીટ નહી મળતા મુસાફરોને હાલાકી

પરંતુ આ સમયે તેઓને ટ્રેનની ટિકિટ નહીં મળવાના કારણે ખૂબ જ હાલાકી થતી હોય છે, તેઓ જનરલ કોચમાં જવા માટે મજબૂર થઈ જતા હોય છે અને જનરલ કોર્ટમાં બેસવા માટે પણ તેઓ 16 થી 24 કલાક ફોર્મ પર આવીને લાઈન લગાવીને બેસે છે. હોળીના પર્વ સિવાય આ સમયે અન્ય કારણોસર પોતાના વતન લોકોને પણ ભારે ભીડ હોવાના કારણે હાલાકી થતી હોય છે. આ ઉપરાંત રેલ્વે સ્ટેશન બહાર પણ ટ્રાફિક સહિતની સમસ્યાઓ ન સર્જાય તે માટે પોલીસ પણ સતત કામગીરી કરી રહી છે.


આ પણ વાંચો : Porbandar News : પોરબંદર SOG પોલીસે 1.82 કરોડનું "સમુદ્રી સોનું" ઝડપી પાડી એક શખ્સની કરી અટકાયત



  • Follow us on: