સુરત જિલ્લામાં અકસ્માતનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે. આજ રોજ નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાતા સમગ્ર પંથક અરેરાટી વ્યાપી ગઈ છે. સુરત જિલ્લાનો પીપોદરાથી ધામ રોડ સુધીનો માર્ગ ગોજારો બની રહ્યો હોય તેમ છાસવારે અકસ્મતો સર્જાતા રહે છે. જે કારણે સ્થાનિકો દ્વારા ટ્રાફિકની સમસ્યાનું સમાધાન કરવા તેમજ બેફામ વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
આઈસર ટેમ્પાના ચાલાક અને ક્લિનરનો આબાદ બચાવ થયો
ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના પીપોદરાથી ધામ રોડ પર મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો છે. કન્ટેનર ચાલાકે અચાનક બ્રેક મારતા પાછળ ચાલતા આઇશર ટેમ્પોએ જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં આઈસર ટેમ્પાના ચાલાક અને ક્લિનરનો આબાદ બચાવ થયો છે. આ અકસ્માત બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સુરત જિલ્લા ટ્રાફિકની ટીમ ઘટના સ્થળે પહોંચી ક્રેઈન વડે ટેમ્પો હટાવ્યો હતો. જે બાદ પોલીસે ટ્રાફિક ક્લિયર કરતા વાહનવ્યવહાર ફરીથી શરૂ થયો હતો.













