સુરત શહેરમાં આગ લાગવાનો સિલસિલો યથાવત છે. એક અઠવાડિયામાં આગ લાગવાની ત્રીજી ઘટના નોંધાતા શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પુણા વિસ્તારમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો
ઘટનાની મળતી વિગતો અનુસાર, સુરત શહેરમાં આવેસા પુણા વિસ્તારમાં એક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. હરેકૃષ્ણ સોસાયટીમાં મકાન નંબર 35માં આગ લાગવાની ઘટનાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મકાનના બીજા માળે આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.













