સુરત શહેરના ઈચ્છાપોર પોલીસ મથકના કાર્યક્ષેત્રમાં નશીલા પદાર્થોના વેચાણ વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. ઈચ્છાપોર પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને કિરણ ઈશ્વરભાઈ પટેલ નામના શખ્સને ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસને આરોપી પાસેથી 1.448 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 72,400 રૂપિયા આંકવામાં આવી છે. ગાંજાના જથ્થા ઉપરાંત પોલીસે અન્ય સામગ્રી મળીને કુલ 82,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે આરોપી કિરણ પટેલને ઝડપી પાડ્યો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આરોપી કિરણ પટેલ છેલ્લા દોઢ મહિનાથી ઈચ્છાપોર અને તેની આસપાસના વિસ્તારોમાં ગાંજાનું છૂટક વેચાણ કરતો હતો. તે સ્થાનિક મજૂરો અને રત્નકલાકારોને નિશાન બનાવી નશાના રવાડે ચડાવતો હોવાની શંકા છે. આરોપી આ જથ્થો ક્યાંથી લાવતો હતો અને તેની સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.













