સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં કરંટ લાગવાની દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકનું મોત થયું છે.


૬૬ કેવી સબ સ્ટેશનમાં બન્યો

આ બનાવ માંડવી તાલુકાના કરંજ નજીક આવેલા લીમોદરા પાટિયા પાસે આવેલા ૬૬ કેવી સબ સ્ટેશનમાં બન્યો હતો.

પોલ ઉપર લાગેલા ઝાડી-ઝાંખરા તથા વેલા કાપી રહ્યા હતા

મળતી માહિતી મુજબ ઉમરપાડાના નસારપુર ગામના રહેવાસી અંકિતભાઈ જયંતિભાઈ વસાવા જી.ઈ.બી.ના પોલ ઉપર લાગેલા ઝાડી-ઝાંખરા તથા વેલા કાપી રહ્યા હતા. આ દરમિયાન અચાનક હાથના ભાગે કરંટ લાગતાં તેઓ ગંભીર રીતે ઝખમી થયા હતા.

સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું

ઘટનાની જાણ થતાં અંકિતભાઈને તાત્કાલિક તડકેશ્વર ખાતેની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું.

પરિવારજનોમાં શોકનો માહોલ

આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે, જ્યારે તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો-----    Surendranagar : થાનગઢમાં મધરાત્રિએ તંત્રનો સપાટો, સરકારી જમીન પર કરાયેલા 260 ગેરકાયદે દબાણો તોડી પડાયા, 210 કરોડની સરકારી જમીન દબાણમુક્ત

  • Follow us on: