ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાની ઘટનામાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજને જેલ ભેગો કરવામાં આવ્યો છે.આ ઘટના બાદ સુરત ખાતે કોળી સમાજની એક બેઠક મળી હતી. આ બેઠકમાં ધારાસભ્ય હીરા સોલંકીએ આક્રમક અંદાજમાં નિવેદન આપ્યું હતું. તેમણે આડકતરી રીતે હવે કોળી સમાજ કોઈની દાદાગીરી સહન નહીં કરે તેવો પડકાર ફેંક્યો હતો.
માર ખાવો અને માર મારવો એને મર્દાનગી કહેવાય
સુરતમાં કોળી સમાજની બેઠકમાં ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું હતું કે, માર ખાવો અને માર મારવો એને મર્દાનગી કહેવાય પણ એક માર ખાય અને આઠ લોકો મારે તેને મર્દાનગી ના કહેવાય. એક યુવાનને આઠ આઠ લોકો માર મારીને વીડિયો બનાવતા હતાં અને તેનાથી દહેશત ઉભી કરવા માંગતા હતાં. સ્વાભાવિક રીતે માર ખાવા વાળા વીડિયો ઉતારતા હોય છે. આ કેસમાં પોતે મારે છે અને વીડિયો ઉતારે છે.













