સુરત જિલ્લા પંચાયતમાં છેલ્લા 12 થી 18 વર્ષથી કરાર આધારિત (કોન્ટ્રાક્ટ) સેવા આપતા 50થી વધુ કર્મચારીઓને એકાએક છૂટા કરી દેવામાં આવતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. 20 જાન્યુઆરીના રોજ આ કર્મચારીઓને સત્તાવાર ઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેમની સેવાઓ હવે સમાપ્ત કરવામાં આવી છે. લાંબા સમયથી મંત્રી અને અધિકારીઓની સૂચના મુજબ નિષ્ઠાપૂર્વક કામ કરતા આ કર્મચારીઓને કોઈ પણ પૂર્વ સૂચના વગર છૂટા કરાતા તેઓ પંચાયત કચેરી ખાતે એકઠા થયા હતા અને તંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.


વર્ષોની સેવા બાદ અન્યાય?

આ મામલો માત્ર સુરત પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં આશરે 1,500થી વધુ કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. છૂટા કરાયેલા કર્મચારીઓએ વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, "અમે અમારી યુવાનીના કિંમતી વર્ષો આ વિભાગને આપ્યા છે, હવે જ્યારે અમે આધેડ વયે પહોંચ્યા છીએ ત્યારે નવી નોકરી ક્યાં શોધવી?" પરિવારના ભરણપોષણની ચિંતામાં ડૂબેલા આ કર્મચારીઓએ સરકાર પાસે ન્યાયની માંગણી કરી છે. હાલમાં આ મુદ્દો સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો : Banaskantha ના ખેડૂતોનો હલ્લાબોલ, તમ્બાકુ પર 65% ટેક્સ અને વળતર મુદ્દે ખેડૂતો લાલઘૂમ

  • Follow us on: