સુરતના સચિન વિસ્તારમાં આવેલી એક રેડીમેડ કપડાની દુકાનમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી દુકાનને લપેટમાં લઈ લીધી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાન માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો
દુકાનમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હતી. કપડાની દુકાન હોવાથી કાપડના જથ્થાએ ઝડપથી આગ પકડી લીધી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા હતા, જેનાથી સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો હતો.













