ધારાસભ્ય સંદિપ દેસાઈએ આ બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો છે કે, SMCના બગીચામાં અસામાજિક તત્વોનો અડ્ડો જામે છે અને બગીચામાં નશાકારક પદાર્થોનું સેવન થાય છે તો બીજી તરફ ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ કરી ફરિયાદ અને કહ્યું કે, નવસારી બજાર સુધી ટ્રાફિકજામ થાય છે અને 18 મીટર રોડ પરથી કબજો હટાવો તેવી રજૂઆત ધારાસભ્ય અરવિંદ રાણાએ કરી હતી.
સુરતની SMCની સંકલન બેઠકમાં ભાજપના ધારાસભ્યોએ કરી ફરીયાદ
SMC સંચાલિત બાગ-બગીચા, શાંતિકુંજ, ઉદ્યાનમાં અનેકવાર અસામાજિક તત્વો દ્વારા કબ્જો કરવામાં આવે છે અને ગાર્ડનમાં નશાકારક પદાર્થોનું સેવન કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે, ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદિપ દેસાઈએ કરી રજૂઆત અને પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ ગોપી તળાવ થઇ નવસારી બજારથી સુધી ટ્રાફિક જામની સમસ્યાને લઈ રજૂઆત કરી છે, ગોપી તળાવની દિવાલને અડીને આવેલા સૂચિત 18 મીટરની લાઇનદોરીવાળા રોડનો કબજો ખૂલ્લો કરવા રજૂઆત કરી છે, બંને ધારાસભ્યોએ SMC કમિશનર સમક્ષ ધારદાર રજૂઆત કરી છે.













