સુરત જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણને ડામવા માટે પોલીસ સતર્ક બની છે. ઓલપાડ તાલુકાના કારેલી ગામની સીમમાં આવેલી સયામજી નગર સોસાયટીમાં ઓલપાડ પોલીસે ઓચિંતો દરોડો પાડી નશીલા પદાર્થ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દરોડા દરમિયાન અંદાજે 87 કિલોથી વધુ ગાંજો (જેની બજાર કિંમત રૂ. 43 લાખથી વધુ થાય છે), એક લક્ઝરી કાર, 4 નંગ મોબાઈલ ફોન કબજે કર્યા છે.
સયામજી સોસાયટીમાંથી ઝડપાયો ગાંજો
ગાંજો, કાર અને મોબાઈલ મળી કુલ રૂ. 51 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ સ્થળ પરથી ગાંજાનું વેચાણ કરનાર 3 મુખ્ય શખ્સોની ધરપકડ કરી છે. જોકે, આ ગાંજાનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય સપ્લાયર હજુ પોલીસ પકડથી દૂર છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો? આ જથ્થો સુરત શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોને સપ્લાય કરવાનો હતો?













